હાલોલ: હાલોલમાં ઓટો ચાલક પાસેથી ગઠિયાઓએ દાનના બહાને સોનાની ચેઇન ચોરી કરી ફરાર,પોલીસે તપાસ હાથ ધરી
હાલોલના દાવડા રોડ ઉપર તા.8 એપ્રિલ બુધવારના રોજ સાંજના સમયે છેતરપિંડીનો બનાવ સામે આવ્યો હતો, જેમાં એક ઓટો ચાલક પાસેથી ગઠિયાઓએ દાનના બહાને સોનાની ચેઇન ચોરી કરી ફરાર થઈ ગયા હતા.બનાવ અંગે હાલોલ ટાઉન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ફરિયાદ અરજી લઈ વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે