હાલોલ: હાલોલ ગોધરા રોડ પર ડિમાર્ટ મોલ પાસે બાઇક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો,બાઇક પર સવાર બે લોકો થયા ઇજાગ્રસ્ત
હાલોલ ગોધરા રોડ પર આવેલ ડિમાર્ટ મોલ નજીક આજે બુધવારના રોજ એક બાઇક સ્લીપ ખાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે બાઇક પર બે લોકો સવાર હતા. બંને યુવકો રિન્કી ચોકડી તરફથી હાલોલ આવી રહ્યા હતા ત્યારે અચાનક બાઇક સ્લીપ ખાઈ જતા બંને રસ્તા પર પટકાયા હતા.