વડોદરા શહેરના વાઘોડિયા ચોકડીથી વાઘોડિયા જવાના મુખ્ય માર્ગ પર ફાયરિંગની ઘટના સામે આવી છે. ગત(26 જૂન) મોડી રાત્રે ગારમેન્ટનો વ્યવસાય કરતા અને મૂળ દિલ્હીના યુવક પર અજાણ્યા બાઈક સવાર શખસોએ ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી. આ બનવામાં કાર ચાલક યુવકને ખભાના ભાગે ગોળી વાગતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વાઘોડિયા ચોકડી પાસે યુવકને રોકીને હુમલાખોરોએ તેના ખભામાં ગોળી મારી હતી. ગંભીર ઇજાગ્રસ્ત યુવકને લોહીલુહાણ હાલતમાં જોતા આસપાસના લોકો દોડી આવ્યા હતા. હુમલાખોરો ઘટના અંજામ આપી તરત જ ફરાર થઈ ગયા હતા. ગંભીર યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
#Vadodara #Firing #GujaratNews #CrimeNews #Vaghodia #Police #HumDekhengeNews