દાહોદમાં ‘લોકશાહી બચાવો સપ્તાહ’ અંતર્ગત કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું
દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના સંયુક્ત ઉપક્રમે ‘લોકશાહી બચાવો સપ્તાહ’ અંતર્ગત વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. દાહોદ તાલુકા પંચાયત ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા.
આ કાર્યક્રમમાં પૂર્વ સાંસદો, પૂર્વ ધારાસભ્યો, વિધાનસભાના ઉમેદવારો, વિવિધ ફ્રન્ટલ સંગઠનોના પ્રમુખો તેમજ જિલ્લા, તાલુકા અને નગરપાલિકાના ચૂંટાયેલા અને ચૂંટણીમાં સ્પર્ધા કરેલા પ્રતિનિધિઓ તથા કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત તાલુકા, શહેર અને મંડળ-સેક્ટર સમિતિના આગેવાનો સહિત કોંગ્રેસના વિવિધ હોદ્દેદારોએ પણ ભાગ લીધો હતો.
કાર્યક્રમ બાદ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ તાલુકા સર્કલથી રેલી શરૂ કરી જૂની નગરપાલિકા ચોક અને કો