આણંદ: જર્મનીની હોચશુલે વિસ્મર યુનિવર્સિટી અને CVM યુનિવર્સિટી વચ્ચે શૈક્ષણિક સહયોગ માટે MoU સંપન્ન
Anand, Anand | Apr 15, 2026 શૈક્ષણિક આદાનપ્રદાનને વધુ વેગ આપતા, હોચશુલે વિસ્મર યુનિવર્સિટીએ ગત 14 એપ્રિલ 2026ના રોજ ચારુતર વિદ્યામંડળ (CVM) યુનિવર્સિટી સાથે એક મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે CVM યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ શ્રી ભીખુભાઈ પટેલ, પ્રોવોસ્ટ પ્રોફેસર ડો. ઇન્દ્રજીત પટેલ, રજિસ્ટ્રાર પ્રોફેસર ડો. સંદીપ વાલિયા, આઇકયુએસી ડીન ડો. દર્શક દેસાઇ, ડીન રેસર્ચ ડો. અમિત ગણાત્રા, ડેપ્યુટી રજિસ્ટ્રાર ડો. દ્રષ્ટિ ભટ્ટ હાજર રહ્યા હતા.