પોરબંદર શહેર: પોરબંદર: ખારવાવાડમાં જાહેરમાં જુગાર રમતા 4 ઝડપાયા, પોલીસે 24,880 રોકડા કબજે કર્યા
Porabandar City, Porbandar | Sep 10, 2026
પોરબંદરના ખારવાવાડના મેલડી ફળિયામાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા 4 શખ્સોને કીર્તિમંદિર પોલીસે ઝડપી લીધા છે. પોલીસે 24,880 રૂપિયાની રોકડ અને જુગારનું સાહિત્ય કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી છે.