દાહોદમાં ગરબાડા ચોકડીની સામે ગરબાડા વિધાનસભાના નવીન જનસંપર્ક કાર્યાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું
આ પ્રસંગે ગરબાડા વિધાનસભા વિસ્તારમાં આવતા જિલ્લા પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
નવા જનસંપર્ક કાર્યાલયના માધ્યમથી જનતાની સમસ્યાઓ સાંભળવા, લોકોના પ્રશ્નોના નિરાકરણ માટે પ્રયાસો કરવા અને જનસેવાના કાર્યોને વધુ વેગ આપવા માટે એક નવું કેન્દ્ર ઉપલબ્ધ બન્યું છે.
આ કાર્યાલય દ્વારા લોકો અને જનપ્રતિનિધિઓ વચ્ચે સંવાદ વધુ સુગમ બને તેમજ જનહિતના પ્રશ્નો અંગે જરૂરી કામગીરીને પ્રોત્સાહન મળે તેવો હેતુ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
“જનસેવા જ સંકલ્પ, જનકલ્યાણ જ લક્ષ્ય”ના સંદેશ સાથે ગરબાડા વિધાનસભાના નવા જનસંપર્ક કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.