રાપર: રાપર પોલીસનું મેગા ઓપરેશન: ચૂંટણી પહેલા અસામાજિક તત્વોમાં ફફડાટ, એક જ રાતમાં ૨૭ ગુના દાખલ
Rapar, Kutch | Apr 10, 2026 સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની આગામી ૨૦૨૬ની ચૂંટણીઓને અનુલક્ષીને શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે તે હેતુથી રાપર અને ભચાઉ ડિવિઝન પોલીસ દ્વારા સંયુક્ત રીતે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેગા સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઓપરેશન દરમિયાન અસામાજિક તત્વો પર ત્રાટકી પોલીસે કુલ ૨૭ જેટલા ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.