કાલોલ: કાલોલના અડાદરામાંથી એલ.સી.બી. પોલીસે ₹૪.૭૬ લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો.
એલ.સી.બી. સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન એલ.સી.બી.ના અ.પો.કો. હેમરાજસિંહ મહેન્દ્રસિંહ તથા સત્યજીતસિંહ દિગ્વિજયસિંહને ચોક્કસ બાતમી મળી હતી કે, અડાદરા ગામના સુથાર ફળિયામાં રહેતો હસમુખ ઉર્ફે ભુરીયો અર્જુનભાઈ જાદવ વિદેશી દારૂનો જથ્થો મંગાવી પોતાના ઘરની સામે આવેલી જૂની ઓરડીમાં સંતાડીને રાખ્યો છે. જે બાતમીના આધારે એલ.સી.બી. પો.સ.ઇ. એચ.આર. જેતાવત અને ટીમ દ્વારા અડાદરા ગામે શંકાસ્પદ સ્થળે દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી જુદી જુદી બ્રાન્ડ