કાલોલ: વેજલપુર નજીક ગેરકાયદે નીમ કોટેડ યુરિયાનું વહન SOG પોલીસે ઝડપી રૂ. 9.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
પંચમહાલ જિલ્લા એસઓજી પોલીસે બાતમીના આધારે વેજલપુર-અડાદરા રોડ પર ગેંગડીયા ચોકડી પાસે બે શંકાસ્પદ વાહનો અટકાવી તપાસ કરતાં 152 થેલી સબસિડાઈઝ નીમ કોટેડ યુરિયા મળી આવ્યું હતું.ત્યારબાદ કૃષિ વિભાગના અધિકારીની હાજરીમાં તપાસ દરમિયાન યુરિયાના જથ્થા અંગે ખરીદીના બિલ કે અન્ય આધાર પુરાવા રજૂ ન કરી શકતાં પોલીસે યુરિયા અને બંને વાહનો મળી અંદાજે રૂ. 9.40 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.