શહેરા: શહેરા પોલીસ મથકના પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોર્ડે પોયડા ગામેથી ઝડપી પાડ્યો હતો
પંચમહાલ પેરોલ ફર્લો સ્ક્વોર્ડ પોલીસને ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્શીસના આધારે બાતમી મળી હતી કે શહેરા પોલીસ મથકના પ્રોહીબીશનના ગુન્હામાં નાસતો ફરતો આરોપી યોગેશ અશ્વિન બારીઆ હાલ શહેરા તાલુકાના પોયડા ગામના મંદિર સામેના છેલ્લા ફળીયામાં આવેલ પોતાના ઘરે હાજર છે,આ અંગેની બાતમીના આધારે પેરોલ ફર્લો સ્ક્વોર્ડની ટીમ પોયડા ગામે પહોંચી આરોપીના ઘરે તપાસ કરતા ત્યાંથી આરોપી યોગેશ બારીઆ મળી આવતા તેને હસ્તગત કરી આગળની કાર્યવાહી માટે શહેરા પોલીસ મથકે સોપાયો.