અબડાસા: ગાંધીનગર ખાતે કચ્છના લોકપ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
Abdasa, Kutch | Apr 5, 2026 ગાંધીનગર ખાતે કચ્છના લોકપ્રતિનિધિઓ અને સંગઠનના હોદ્દેદારોની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ ગાંધીનગર ખાતે અબડાસાના ધારાસભ્ય શ્રી પી.એમ. જાડેજા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. આ મુલાકાતમાં જિલ્લા ભાજપ મહામંત્રીઓ સર્વશ્રી હિતેશભાઈ ખંડોલ, ધવલભાઈ આચાર્ય અને ભીમજીભાઈ જોધાણી પણ જોડાયા હતા. બેઠક દરમિયાન જિલ્લાના વિકાસલક્ષી વિવિધ વિષયો પર સાર્થક અને સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી.