હાલોલ: હાલોલના દાવડા રોડ પર સંતનગર સોસાયટીમાં તસ્કરોનો તરખાટ,સોના ચાંદીના દાગીના અને રોકડ લઈને ફરાર
હાલોલના દાવડા રોડ પર આવેલી સંતનગર સોસાયટીમાં તસ્કરોએ બે બંધ મકાનોને નિશાન બનાવી લાખો રૂપિયાની ચોરીને અંજામ આપતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.તસ્કરો સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી દરમિયાન મકાન બહાર લગાવેલા સીસીટીવી કેમેરા અને તેની ડિસ્પ્લેને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.