જેસર: બીલા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, દસ ગામોના ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓનો લાભ મળ્યો
જેસર તાલુકાના બીલા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, દસ ગામોના ગ્રામજનોને વિવિધ સરકારી સેવાઓનો લાભ મળ્યો જેસર તાલુકાના બીલા ગામે ગ્રામજનોની સુવિધા માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું . આ કાર્યક્રમમાં બીલા સહિત આસપાસના કુલ દસ ગામોના લોકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાઓનો લાભ એક જ સ્થળેથી મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી કાર્યક્રમ દરમિયાન વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા