આણંદ: વાસદ ટોલનાકા પાસેથી વાસદ પોલીસે 66 લાખ રૂપિયા નો દારૂ સાથે કન્ટેનર ઝડપી પાડ્યો
Anand, Anand | Apr 14, 2026 આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આણંદ જિલ્લા પોલીસ દ્વારા હાથ ઘરવામાં આવેલા કોમ્બિંગ નાઈટ ઓપરેશન દરમિયાન વાસદ પોલીસે રવિવારે મોડી રાત્રે વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસ ચેકિંગ જોઈને ગભરાયેલા બુટલેગરો દારૂ ભરેલું કન્ટેનર રસ્તા પર જ મૂકી અંધારામાં નાસી છૂટયા હતા.