બગસરા: બગસરાના નાના મુંજીયાસર ખાતે હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર મહોત્સવનું આયોજન
બગસરાના નાના મુંજીયાસર ગામમાં શ્રી સૂર્યમુખી હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ધારાસભ્યએ ઉપસ્થિત રહી હનુમાનજી મહારાજના દર્શન અને આશીર્વાદ મેળવ્યા હતા. મોટી સંખ્યામાં ભાવિક ભક્તો આ ઉત્સવમાં જોડાયા હતા.