ગોધરા: ગોધરા સિવિલ હોસ્પિટલના ગેટ પાસેથી બાઇકની ચોરી: અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધાયો
ગોધરા સિવિલ હોસ્પિટલના ગેટ પાસેથી બાઇકની ચોરી થતાં ગોધરા શહેર 'એ' ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા તસ્કર સામે ગુનો નોંધાયો છે. સાંપા સેગવા ગામે રહેતા વિનુભાઈ બિજલભાઈ નાયકે ૦૯ ઓગસ્ટની સાંજથી ૧૦ ઓગસ્ટની સવાર દરમિયાન પોતાની બાઇક હોસ્પિટલના ગેટ બહાર પાર્ક કરી હતી, જ્યાંથી અજાણ્યો શખ્સ તેની ચોરી કરી ગયો હતો. આ બનાવ અંગે બાઇક માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે ચોરીનો ગુનો રજિસ્ટર કરી અજાણ્યા ચોરની શોધખોળ હાથ ધરી છે.