આણંદ: મોગર પે સેન્ટર પ્રાથમિક કુમાર શાળા પી એમ શ્રી - ગુજરાત ખાતે ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સમારોહ યોજાયો
Anand, Anand | Apr 10, 2026 મોગર પે સેન્ટર પ્રા. કુમાર શાળા પી એમ શ્રી -ગુજરાત શાળામાં શાળા પંચાયત ના મંત્રીઓને સર્વે સમિતિ વાઇઝ ફાઈલ અર્પણ કરવામાં આવી તેમજ બાળકોને શુભ સંદેશ આપવામાં આવ્યો કાર્યક્રમ દરમિયાન ધોરણ 8 ના વિદ્યાર્થીઓએ શાળાને સ્મૃતિરૂપે સરસ્વતી માતાનો ફોટો અને સ્ટેન્ડ અર્પણ કરી પોતાની લાગણી વ્યક્ત કરી. શાળા પરિવાર તરફથી વિદાય લેતા તમામ વિદ્યાર્થીઓને શુભેચ્છા સ્વરૂપે આશીર્વચન આપવામાં આવ્યા