હાલોલ: હાલોલ તાલુકાના રામેશરા ગામમાં હંગામો મચાવનાર તત્વોનું પોલીસે કાઢ્યું સરઘસ
હાલોલ તાલુકાના રામેશરા ગામમા આતંક મચાવનારા અસામાજિક તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે.હાલોલ રૂરલ પોલીસે તમામ આરોપીઓને તા.25 જૂન ગુરુવારના રોજ સાજના સુમારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રામેશરા ગામમાં લાવીને સમગ્ર ઘટનાનુ રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તેની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે અને લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી છે.