ગણપતિના ફાળાને લઈ મિત્ર જ બન્યો હત્યારો! 27 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા
ડાંગના ગિરિમથક **સાપુતારામાં ગણપતિમાં ફાળો આપવા બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતાં હત્યાની ચકચારી ઘટના** સામે આવી છે.
મહારાષ્ટ્રના નાશિક જિલ્લાના સુરગાણા તાલુકાથી છ મિત્રો સાપુતારા ફરવા આવ્યા હતા. મોડી રાત્રે પાર્કિંગ નજીક BOB ATM પાસે કોઈ બાબતે બે મિત્રો વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર બનતાં **કૃણાલ કિરણ પરદેશી નામના યુવકે 27 વર્ષીય હેમંત વિલાસ સૂર્યવંશી પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો** હોવાનો આરોપ છે.
ગંભીર ઈજાગ્રસ્ત હેમંતને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે.
પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, બંને વચ્ચે અગાઉ પણ વિવાદ થયો હતો. ગયા વર્ષે ગણપતિ વિસર્જન દરમિયાન થયેલા વિવાદ બાદ **આ વર્ષે ગણપતિના ફાળાને લઈને પણ બંને વચ્ચે તકરાર ચાલી રહી હતી**.
સાપુતારા પોલીસે હત્યાનો ગુનો નોંધી સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.
#saputara #dang #dangnews #saputarabreaking #murdercase #gujaratnews #gujaratinews #nashik #suragana #ganpati #crimeNews #breakingnews #suratnews #hotlinenews
Udhna, Surat | Aug 29, 2026