**સુરતમાં ગુમ થયેલી 4 બહેનોનો ચોંકાવનારો ખુલાસો! 🚨 770 કિમી દૂર કર્ણાટકથી મળી આવી**
સુરતના **પૂણાગામ વિસ્તારમાંથી રહસ્યમય સંજોગોમાં ગુમ થયેલી 3 સગીરા સહિત 4 બહેનોના કેસમાં મોટો ખુલાસો** થયો છે.
પ્રાથમિક તપાસ મુજબ, અપહરણની આશંકા વચ્ચે સામે આવ્યું કે **મોબાઈલ ફોનના ઉપયોગને લઈને પિતાએ ઠપકો આપ્યા બાદ ચારેય બહેનો ઘરેથી નીકળી ગઈ હતી.** ત્યારબાદ તેઓ સુરતથી અમદાવાદ અને ત્યાંથી કર્ણાટક પહોંચી હતી.
પૂણા પોલીસે તપાસ હાથ ધરી **લગભગ 770 કિલોમીટર દૂર કર્ણાટકના કલબુર્ગી રેલવે સ્ટેશન પરથી ચાલુ ટ્રેનમાંથી ચારેય બહેનોને શોધી કાઢી** હતી. ત્યારબાદ તેમને સુરત લાવી પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું.
**નોંધ:** ઘટનાના કારણો અને અન્ય વિગતો પોલીસ તપાસમાં વધુ સ્પષ્ટ થશે.
#surat #suratnews #punagam #suratpolice #missinggirls missingcase kalaburagi karnataka suratbreaking policeinvestigation breakingnews gujaratinews gujaratnews hotlinenews
Udhna, Surat | Aug 29, 2026