ઘોઘંબા: રાજગઢ પોલીસે જાહેર સ્થળે પરવાનગી વગર મોટા અવાજે મ્યુઝિક સિસ્ટમ વગાડતા ઈસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી
રાજગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જાહેર સ્થળે પરવાનગી વિના મોટા અવાજે મ્યુઝિક સિસ્ટમ વગાડીને ધ્વનિ પ્રદૂષણ ફેલાવવાના મામલે પોલીસે કાર્યવાહી કરી છે. 8 જૂને લાલપુરી ગામે પેટ્રોલિંગ દરમિયાન પોલીસને એક આઇસર મિની ટ્રકમાં સાઉન્ડ સિસ્ટમ ગોઠવી મોટા અવાજે સંગીત વગાડાતું જણાયું હતું. તપાસમાં પરવાનગી વગર જાહેર જનતાને ત્રાસ થાય તે રીતે સંગીત વગાડવામાં આવતું હોવાનું સામે આવ્યું. પોલીસે આઇસર વાહન અને સાઉન્ડ સિસ્ટમના સાધનો જપ્ત કર્યા હતા. આરોપી પંકજકુમાર ઉર્ફે ધોલો