કુકરમુંડા: કુકરમુંડા પોસ્ટ ઓફિસમાં સ્ટાફની ગેરહાજરીથી લોકો પરેશાન
તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકા સબ પોસ્ટ ઓફિસમાં અધિકારીઓ અને કર્મચારીઓની બેદરકારીને કારણે અરજદારો રઝળી રહ્યા છે. સ્ટાફની ગેરહાજરીથી લોકોના નાણાકીય અને કાયદાકીય કામકાજ ઠપ થઈ ગયા છે, જેને લઈને નાગરિકોમાં ભારે આક્રોશ છે.