શહેરા: શહેરાના સીમલેટ બેટ ખાતે પૂર જેવી પરિસ્થિતિમાં પહોંચી વળવા સ્થાનિક વહીવટી તંત્ર અને SDRF દ્વારા સંયુક્ત મોકડ્રિલ યોજાઈ
ચોમાસા દરમિયાન સંભવિત પૂરની પહોંચી વળવા અને જનજીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવાના હેતુથી શહેરા વહીવટી તંત્ર અને SDRF ગ્રુપ-05 દ્વારા આજે પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના મહેલાણ ગામ નજીક પાનમ ડેમની વચ્ચે આવેલા 'સીમલેટ બેટ' ખાતે સંયુક્ત મોકડ્રિલ યોજવામાં આવી હતી,જેની શરૂઆત 'ટેબલ ટોપ એક્સરસાઇઝ'થી થઈ હતી,જેમાં શહેરા મામલતદાર, પોલીસ વિભાગ, ફાયર બ્રિગેડ, MGVCL વિભાગ તેમજ આરોગ્ય અને મહેસૂલ વિભાગના અધિકારીઓએ પૂરની કટોકટી સમયે વ્યૂહાત્મક કામગીરી અંગે સઘન ચર્ચ