કાલોલ: નગરની દિવાનની વાડીનો ભગ્ન પાણીનો સંપ સમારકામ કરી બ્રાહ્મણો દ્વારા પૂજા અર્ચના કર્યા બાદ પુનઃ લોકાર્પિત કરાયો
કાલોલ પાલિકાના દિવાનની વાડી સ્થિત જૂના પાણીના સંપમાં અગાઉ પશુ-પક્ષીઓના હાડકાં મળી આવતાં વિવાદ સર્જાયો હતો. ત્યારબાદ પાલિકા દ્વારા સંપનું તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.સંપને ટૂંકા સમયમાં સુરક્ષિત રીતે પુનઃ કાર્યરત કરવામાં આવતા પાલિકા તંત્ર દ્વારા ગોપાલભાઈ પંચાલની કામગીરીને બિરદાવવામાં આવી હતી.