સુરતના કામરેજથી આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરીયાએ પલ્સ પોલિયો અભિયાન-2026નો પ્રારંભ કરાવ્યો છે. મંત્રીએ બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવી અભિયાનની શરૂઆત કરી હતી. સુરત જિલ્લામાં 0થી 5 વર્ષનાં કુલ 1 લાખ 96 હજાર 225 બાળકોને રસી આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. આ માટે 772 રસીકરણ બૂથ, 154 આરોગ્ય ટીમો અને 3,372 વર્કરો દ્વારા ત્રણ દિવસ સુધી ઘરે-ઘરે જઈ રસીકરણની કામગીરી કરવામાં આવશે. મંત્રીએ પાંચ વર્ષ સુધીનાં તમામ બાળકોને અચૂક પોલિયોના બે ટીપાં પીવડાવવા વાલીઓને અપીલ કરી હતી.
#PulsePolio2026 #SuratNews #PolioVaccinationDrive #humdekhengenews