શહેરા: મંગલપુર અને જૂની સુરેલી ગામે છતના પતરા પડવાથી ચાર વ્યક્તિઓને ઇજાઓ થઈ હતી
શહેરા તાલુકાના મંગલપુર અને જૂની સુરેલી ગામમાં પવન સાથે આવેલા કમોસમી વરસાદથી મકાનના છત પરના સિમેન્ટના પતરા પડવાથી ચાર જેટલા વ્યક્તિઓને ઇજા થઈ હતી,જેમાં મંગલપુરના જુનુ મુવાડુ ફળિયામાં મકાનના છત પરના પતરા પડવાથી પતિ-પત્નીને ઇજા પહોંચી હતી,જ્યારે જૂની સુરેલી ગામે મકાનના સિમેન્ટના પતરા પડવાથી એક મહિલા તેમજ મહેમાન બનીને આવેલા એક વ્યક્તિનેને ઈજા થઈ હોવાનું આવ્યું.