પાલીતાણા: ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણકની ભવ્ય ઉજવણી
આજે તરીખ 31 માર્ચના રોજ પવિત્ર તીર્થધામ પાલીતાણામાં જૈન ધર્મના ૨૪માં તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની અત્યંત હર્ષોલ્લાસ અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી,આ પ્રસંગે શેઠ આનંદજી કલ્યાણજી પેઢી દ્વારા એક વિશાળ રથયાત્રાનું આયોજન કરાયું હતું, જે શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી, તેમજ આચાર્ય ભગવંતોની નિશ્રામાં યોજાયેલી ધર્મસભામાં મહાવીર સ્વામીના 'જીવો અને જીવવા દો' ના સંદેશ પર પ્રવચન આપવામાં આવ્યું હતું