હાલોલ: હાલોલના ઝાંખરીયા ખાતે જનકલ્યાણ શિબિર ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં યોજાઈ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સબળ નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારને સફળતાપૂર્વક 12 વર્ષ પૂર્ણ થવાના ગૌરવશાળી અવસરે આજે સોમવારના રોજ હાલોલ તાલુકાના તરખંડા જિલ્લા પંચાયત સીટના ઝાંખરીયા ખાતે ભવ્ય 'જનકલ્યાણ શિબિર' યોજાઈ હતી.આ શિબિર હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. સરકારની લોકાભિમુખ નીતિના ભાગરૂપે આ શિબિરમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સ્થળ પર જ (ઓન ધ સ્પોટ) સીધો લાભ આપીને લાભન્વિત કરવામાં આવ્યા હતા.