હાલોલ: હાલોલમાં MGVCL ની ઘોર બેદરકારી,દ્વારકેશ નગરમાં વોલ્ટેજ વધી જતા લોકોના ફ્રીઝ,ટીવી,એસી,કૂલર,પંખા ફૂંકાઈ ગયા
અસહ્ય ગરમી વચ્ચે વારંવાર વીજ પુરવઠો ખોરવાતા હાલોલ નગરજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કણજરી રોડ વિસ્તારની સોસાયટીઓમાં ગત રાત્રે વીજ પુરવઠો બંધ થયા બાદ પુનઃ શરૂ થતા હાઈ વોલ્ટેજ સર્જાતા અનેક ઘરોમાં ટીવી, પંખા, એસી, કુલર અને ફ્રિજ જેવા મોંઘા ઇલેક્ટ્રોનિક ઉપકરણો ક્ષતિગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે.નગરના વિવિધ વિસ્તારોમાં ક્યાંક ટ્રાન્સફોર્મર ઉડી રહ્યા છે તો ક્યાંક વીજ વાયરો સળગી રહ્યા હોવાના બનાવો સામે આવી રહ્યા છે.