વધુ વાંચો — સુત્રાપાડા શહેરમાં આવેલા ઐતિહાસિક ચ્યવનઋષિ આશ્રમના કુંડમાંથી ધોરણ ૯ માં અભ્યાસ કરતા આશરે ૧૪ વર્ષના એક વિદ્યાર્થીનો મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, મૃતક બાળક મૂળ કોડીનાર તાલુકાના પ્રશ્નાવડા (પ્રણાદર) ગામનો વતની હતો અને સુત્રાપાડા સ્થિત ભરત શૈક્ષણિક સંકુલની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. કુંડમાં ડૂબી જવાથી બાળકનું મોત નીપજ્યું હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, જ્યારે આ ઘટનાને પગલે સ્થાનીય પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
#our_sutrapada #girsomnath #instadaily #gujarat #liveupdate