રાપર: આપ નેતા ડૉ. કાયનાત અન્સારીએ સણવા ગામની મુલાકાત લઈ પાયાની સુવિધાઓને લઈને આકરા પ્રહાર કર્યા
Rapar, Kutch | Apr 7, 2026 પૂર્વ કચ્છ આમ આદમી પાર્ટીના પ્રમુખ ડૉ. કાયનાત અન્સારીએ સણવા ગામની મુલાકાત લઈને સ્થાનિકોની વેદના સાંભળી હતી. ગામમાં પાયાની સુવિધાઓ જેવી કે પીવાનું શુદ્ધ પાણી, પાકા રસ્તા અને શૌચાલયનો અભાવ હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.પીવાના પાણીની વ્યવસ્થા અત્યંત જોખમી છે. વર્ષોથી પાણીના ટાંકા કે કૂવાની સફાઈ કરવામાં આવી નથી, જેના કારણે ગ્રામજનો ગંદુ પાણી પીવા મજબૂર બન્યા છે. 'નલ સે જલ' જેવી યોજનાઓ માત્ર કાગળ પર હોય તેમ જણાઈ રહ્યું છે.