મુંબઈમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ?
ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 2થી 3 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું રાજ્યમાં પ્રવેશ કરી શકે છે. હાલ રાજ્યમાં ગરમી અને પ્રી-મોન્સૂન એક્ટિવિટીની અસર જોવા મળી રહી છે, જ્યારે મુંબઈમાં ચોમાસાનું આગમન થતાં ભારે વરસાદ શરૂ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં પણ ટૂંક સમયમાં વરસાદી માહોલ જામશે અને લોકોને ગરમીમાંથી રાહત મળશે.
#HumDekhengeNews #GujaratWeather #Monsoon2026 #GujaratRain #MumbaiRains #IMDUpdate #GujaratNews