અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શનિવારે ૨૧ નવેમ્બરે દિલજીત દોસાંજનો લાઇવ કોન્સર્ટ યોજાશે. પોલીસના જાહેરનામા મુજબ બપોરે ૩ વાગ્યાથી કોન્સર્ટ પૂરો થાય ત્યાં સુધી ટ્રાફિક ડાયવર્ઝન અમલમાં રહેશે. જનપથ ટીથી સ્ટેડિયમના મુખ્ય ગેટ અને કૃપા રેસિડન્સી ટી થઈ મોટેરા ગામ ટી સુધીનો માર્ગ બંને દિશામાં બંધ રહેશે. વાહનચાલકો તપોવન સર્કલથી ONGC ચાર રસ્તા, વિસત ટી, જનપથ ટી અને પાવર હાઉસ ચાર રસ્તા થઈ પ્રબોધ રાવલ સર્કલ જઈ શકશે. કૃપા રેસિડન્સી ટીથી શરણ સ્ટેટસ ચાર રસ્તા અને ભાટ–કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ પણ જઈ શકાશે. સ્થાનિક રહીશો, કોન્સર્ટનાં અધિકૃત વાહનો, ફરજ પરનાં સરકારી વાહનો અને ઇમરજન્સી વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ અપાઈ છે.
#DiljitDosanjhConcert #AhmedabadTrafficDiversion #NarendraModiStadium #humdekhengenews