ગુજરાતમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે અરવલ્લી, વડોદરા, દાહોદ, સુરત, નવસારી અને વલસાડ સહિત અનેક જિલ્લામાં વરસાદ પડી શકે છે. અમદાવાદ, રાજકોટ, જામનગર, કચ્છ સહિતના વિસ્તારોમાં છૂટાછવાયા ઝાપટાં વરસવાની શક્યતા છે. 24થી 30 ઓગસ્ટ દરમિયાન ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદી માહોલ રહેશે. બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા સક્રિય થતાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. સાથે જ નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય હોવાથી રાજ્યમાં વરસાદની શક્યતા યથાવત છે.
#HumDekhengeNews #GujaratRain #GujaratWeather #IMDAlert #Monsoon2026 #WeatherUpdate