
જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
#IMD #GujaratRain #Monsoon2026 #WeatherUpdate #BreakingNews #RainForecast #IndiaWeather #LatestNews #ClimateUpdate #HumDekhengeNews
ગુજરાતમાં જૂન મહિનામાં વરસાદી માહોલ છવાયો છે. ત્યારે હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે આગામી નવમી જૂન સુધી ગુજરાતનું તાપમાન કેવું રહેશે તે અંગે પણ આગાહી કરી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રએ આજે (ત્રીજી જૂન, 2026) બપોરે કરેલી લેટેસ્ટ આગાહી જોઈએ. હવામાન વિભાગે (IMD) જાહેર કરવામાં આવેલા તાજા હવામાન બુલેટિન મુજબ, દેશમાં નૈઋત્યના ચોમાસાના આગળ વધવા માટે સંપૂર્ણ સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. ચોમાસું 4 જૂન સુધીમાં વધુ આગળ વધશે. હાલમાં ચોમાસાની લાઇન હિંદ મહાસાગર, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિવિધ અક્ષાંશ-રેખાંશ પરથી પસાર થઈ રહી છે. આગામી 4 જૂનની આસપાસ ચોમાસું દક્ષિણ-પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રના વધુ ભાગો, લક્ષદ્વીપ ટાપુઓ, કેરળ અને તમિલનાડુના કેટલાક ભાગોમાં આગળ વધશે. આ સાથે જ બંગાળની ખાડીના દક્ષિણ-પશ્ચિમ, મધ્ય-પશ્ચિમ, મધ્ય-પૂર્વ અને ઉત્તર-પૂર્વના ભાગોમાં પણ ચોમાસું સક્રિય બને તેવી પૂરેપૂરી સંભાવના છે.