ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો?
ગુજરાતમાં નોંધાયેલા તાજેતરના વરસાદી આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે, જેમાં ખાસ કરીને વલસાડ જિલ્લો મોખરે રહ્યો છે. વલસાડના ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 4.33 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે કપરાડામાં 1.46 ઇંચ અને વાપીમાં 1.42 ઇંચ વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના વડોદરા, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં અનેક સ્થળોએ વરસાદ પડી શકે છે.
#GujaratRain #RainUpdate #Monsoon2026 #SouthGujarat #HeavyRain #HumDekhengeNews