
દ્વારકામાં પાણીની વિકટ સમસ્યા! નગરજનોની કઠિનાઈ કે ખરેખર પાણીની અછત?
50થી 60 હજારની વસ્તી ધરાવતા પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં પાણી માટે લોકો પરેશાન!
દેશ-વિદેશમાંથી દરરોજ હજારોની સંખ્યામાં યાત્રિકો દ્વારકાધીશના દર્શન કરવા આવે છે, ત્યારે બીજી તરફ દ્વારકાના સ્થાનિક રહેવાસીઓને જ પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
દ્વારકાના મોટાભાગના વિસ્તારોમાં આઠથી નવ દિવસે પાણી વિતરણ થતું હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આવી પરિસ્થિતિમાં નગરજનો પોતાની રોજિંદી જરૂરિયાતો કેવી રીતે પૂરી કરે?
યાત્રાધામની છબી અને નાગરિકોની સુવિધાઓ અંગે જવાબદાર તંત્રએ ગંભીરતાથી વિચારવાનો સમય આવી ગયો છે.
❓ સૌથી મોટો સવાલ: નગરપાલિકાના અધિકારીઓ અને જવાબદાર તંત્રના પોતાના ઘરે પાણીની વ્યવસ્થા કેવી રીતે થાય છે? શું તેમને નગરજનોની પાણીની સમસ્યાની વાસ્તવિક પરિસ્થિતિની જાણ છે?
👇 તમારા વિસ્તારમાં કેટલા દિવસથી પાણી આવ્યું નથી? કોમેન્ટમાં તમારા વિસ્તારનું નામ અને પાણી વિતરણની સ્થિતિ જણાવો..
આપના અમૂલ્ય અભિપ્રાય વ્યક્ત કરી શકો છો.
દ્વારકા નગરી અને આજુબાજુના અતિ મહત્વના સમાચારો નિહાળવા અમારા પેજ ને ફોલો કરો.
#viralphoto #chifofiserdwark #cmbhupendrapatel #drmdwarka #sdmdwarka #NarendraModi @CMOGUJRAT
#દ્વારકા #પાણીનીસમસ્યા #દ્વારકાનગરપાલિકા #પીવાનુંપાણી #DwarkaUpdate #નગરજનોનોસવાલ