થઈ જાઓ સાવધાન! ગુજરાતના આ જિલ્લાઓને મેઘરાજા ધમરોળશે
ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વચ્ચે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 19 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ડાંગ જિલ્લો અને ગોંડલમાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગે ડાંગ, તાપી, નર્મદા અને છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ-દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આગામી કલાકોમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
#GujaratRain #WeatherAlert #RedAlert #HeavyRainfall #Monsoon2026 #GujaratWeather #HumDekhengeNews