વારાણસી એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન એક મુસાફરની પિસ્તોલમાંથી અચાનક ગોળી છૂટી ગઈ. ઘટનામાં એરપોર્ટના બે કર્મચારીઓ ઘાયલ થયા, જેમાં એક મહિલા કર્મચારીનો સમાવેશ થાય છે. મુસાફર આઝમગઢનો રહેવાસી હતો અને એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટથી મુંબઈ જવાનો હતો. પિસ્તોલની તપાસ દરમિયાન થયેલા ફા*યરથી મહિલાની જાંઘ અને યુવકના હાથમાં ગોળી વાગી. બંને ઘાયલોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેમની હાલત સ્થિર હોવાનું જણાવાયું છે. પોલીસ, એરપોર્ટ અને ઇન્ટેલિજન્સની ટીમો ફાયર અકસ્માતે થયું કે જાણી જોઈને, તેની તપાસ કરી રહી છે.
#VaranasiAirport #AirportSecurity #AirIndiaExpress #BreakingNews #IndiaNews #HumDekhengeNews