જૂનાગઢના ભવનાથમાં દેવઉઠી અગિયારસે ભગવાન દત્તાત્રેયની પૂજા અને પોલીસ બેન્ડની સુરાવલી સાથે ગિરનારની લીલી પરિક્રમાનો વિધિવત પ્રારંભ થયો. ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને વિધિવત પ્રારંભના એક દિવસ પહેલાં જ વહેલી સવારે પ્રવેશદ્વાર ખોલવામાં આવ્યું હતું. પૂનમ સુધી ચાલનારી પરિક્રમામાં યાત્રાળુઓની સુરક્ષા માટે 2500થી વધુ પોલીસકર્મીઓ અને વન વિભાગના 450થી વધુ કર્મચારીઓ તૈનાત છે. પ્લાસ્ટિકમુક્ત પરિક્રમા અભિયાન હેઠળ જગદ્ગુરુ મહેન્દ્રાનંદગીરી મહારાજે તૈયાર કરાવેલી 50 હજાર કાપડની થેલીઓનું વિતરણ કરાયું. તંત્રે 36 કિલોમીટરના સમગ્ર રૂટ પર પ્લાસ્ટિક લઈ જવા પર પ્રતિબંધ મૂક્યો છે અને વન્યજીવોને ખલેલ ન પહોંચાડવા અપીલ કરી છે. સંતોએ જંગલમાં આગ ન સળગાવવા, બીડી-સિગારેટ ન ફેંકવા અને બાળકો તથા વૃદ્ધોની ખાસ સંભાળ રાખવા અનુરોધ કર્યો છે.
#GirnarLiliParikrama #JunagadhNews #PlasticFreeParikrama #HumDekhengeNews