5 જુલાઈએ આમિર ખાન ગૌરી સાથે લેશે મંગળ ફેરા
#AamirKhan #BollywoodNews #CelebrityWedding #GauriSpratt #EntertainmentNews #BollywoodUpdate #MarriageNews #humdekhengenews
બોલિવૂડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' આમીર ખાન ફરી એકવાર લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. આમીર ખાન ખૂબ જ ટૂંક સમયમાં પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે પોતાના સંબંધોને એક ડગલું આગળ લઈ જવા માટે તૈયાર છે. આમીર ખાનના નજીકના સૂત્રોએ આ ચોંકાવનારા સમાચાર આપ્યા છે અને લગ્નની સત્તાવાર તારીખ પણ જાહેર કરી દીધી છે. મળેલી માહિતી મુજબ, આમીર ખાન આગામી 5 Julyના રોજ લગ્ન કરવા જઈ રહ્યો છે. આ લગ્ન કોઈ ભવ્ય પેલેસ કે રિસોર્ટમાં નહીં, પરંતુ અત્યંત સાદગીપૂર્ણ રીતે યોજાશે. જેમાં માત્ર પરિવારના સભ્યો અને ખૂબ જ નજીકના મિત્રો જ હાજર રહેશે.