શિનોર: નાના હબીપુરા ગામે કુવાની ઓરડી પાસે આવી ચડેલાં રસેલ વાઇપર અને કોમન ક્રેટ સાપનું સફળતા પૂર્વક રેસ્ક્યું કરવામાં આવ્યું.
Sinor, Vadodara | Jun 23, 2024 નાના હબીપુરા ગામે રહેતા ખેડૂત નગીનભાઈ પટેલના ખેતરમાં આવેલ કૂવાની ઓરડી પાસે રાત્રીના સમયે એક રસેલ વાઇપર સાપ આવી ચડયો હતો.જેના પગલે ત્યાં રહેતાં શ્રમિક મજૂરોમાં અફરાતફરી મચી જવા પામી હતી.જે અંગેની જાણ થતાં જ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલ તાત્કાલિક નાના હબીપુરા ગામે પહોંચી નગીનભાઈ પટેલના કૂવાની ઓરડી પાસે આવી ચડેલ રસેલ વાઇપર અને તે દરમિયાન અન્ય કોમન ક્રેટ સાપ જોવા મળતાં બન્ને સાપનું રેસ્ક્યું કરાયું હતુ.