ભાડજ ચાર રસ્તા પાસે એસ.પી. રિંગ રોડ અંડરબ્રિજ પર પેટ્રોલિંગ દરમિયાન અમદાવાદ પોલીસે ખોટી નંબર પ્લેટવાળી ફોર્ચ્યુનર કારને ઝડપી હતી. તપાસ દરમિયાન કારમાંથી અંદાજે ₹4.93 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો. દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ બંને આરોપીઓ પોલીસ કસ્ટડીમાં છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
#Amdavad #CrimeNews #Fortuner #BreakingNews