ઘોઘંબા: ઘોઘંબા-પાવાગઢ રોડ પર ખરખડી નજીક છકડા અને ટાટા પંચ ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત: બે વૃદ્ધ મહિલાઓના કરૂણ મૃત્યુ
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા-પાવાગઢ રોડ પર ૧૫ જૂનના રોજ એક પીયાગો છકડા અને ટાટા પંચ ગાડી વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. છકડા ચાલકે પૂરઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી સામેથી આવતી કારને ટક્કર મારી હતી. આ દૂર્ઘટનામાં છકડામાં સવાર બે વૃદ્ધ મહિલાઓ, ચંચીબેન રાઠવા અને સુરતીબેન રાઠવાને ગંભીર ઈજાઓ થતાં બંનેના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા, જ્યારે અન્ય મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત સર્જીને છકડા ચાલક ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ મામલે મૃતકના પુત્ર બચુભાઈ