ધંધુકા: તુલસી નિરાધાર ગૌશાળાની સમસ્યાનો ઉકેલ: પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા કોરવેસ નખાવાયા, પાણીની લાઈનની પણ સુવિધા અપાઈ.
*ધંધુકા તુલસી નિરાધાર ગૌશાળાની સમસ્યાનો ઉકેલ: પાણી ભરાવાની સમસ્યા દૂર કરવા કોરવેસ નખાવાયા, પાણીની લાઈનની પણ સુવિધા અપાઈ.* અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે રાણપુર રોડ પર આવેલી તુલસી નિરાધાર ગૌશાળાના માર્ગ પર વારંવાર વરસાદી પાણી ભરાઈ જતાં પીડિત ગાયમાતાને ગૌશાળા સુધી લઈ જવામાં ભારે મુશ્કેલી પડતી હતી. આ અંગે ગૌશાળાના સંચાલક તુલશીમાસીબાએ રજૂઆત કરતાં ધંધુકા નગરપાલિકા પ્રમુખ પારુલબેન આદેશરાના માર્ગદર્શન અને સૂચનાથી તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી