પોરબંદર: ગેંગ લીડર રમેશ ભીખાની ૨૩.૫ વીઘા જમીન સરકાર હસ્તક, લાખોનો દંડ ફટકારાયો
પોરબંદર પોલીસે ગુજસીટોક ગુનાની તપાસમાં ગેંગ લીડર રમેશ ભીખા છેલાણાની પત્નીના નામે ખરીદેલી ૨૩.૫ વીઘા જમીન સરકાર હસ્તક કરી છે. કલેક્ટરે સૌરાષ્ટ્ર ઘરખેડ કાયદા હેઠળ કાર્યવાહી કરી રૂ. ૮૪,૨૮,૩૧૪ નો દંડ ફટકાર્યો છે.