શહેરા: શહેરા મુખ્ય બજાર થી બસ સ્ટેન્ડ તરફ જતા માર્ગ પર ગટરોનું ગંદુ પાણી ફરી વળ્યું
શહેરા મુખ્ય બજાર થી બસ સ્ટેશન તરફ જતા રસ્તા પર ગંદા પાણીથી ઉભરાતી ગટરોને કારણે ગટરોનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળ્યું હતું,રસ્તા પર ગંદુ પાણી ફરી વળતા વાહનચાલકો અને રાહદારીઓને ગંદા પાણીના છાંટા ઉડતા હોવાને લઇ અવરજવર કરવું મુશ્કેલ બન્યું હતું,સાથે જ સ્થાનિક વેપારીઓ અને રહીશો પણ ગંદા પાણીથી ઉભરાતી ગટરોને કારણે પરેશાન થતા હોય છે.