ગારિયાધાર: ગારીયાધારનો યુવાન નદીમ ચૌહાણ દેશની સૌથી કઠિન અને શ્વાસ અદ્ધર કરી દે તેવી ‘કોબ્રા કમાન્ડો’ ટ્રેનિંગમાં સફળ
ગારીયાધારના ખમીરવંતા યુવાન નદીમ ચૌહાણે દેશની સૌથી કઠિન અને શ્વાસ અધ્ધર કરી દે તેવી ‘કોબ્રા કમાન્ડો’ (CoBRA) ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી ગૌરવ મેળવ્યું છે. જ્યારે નદીમ પોતાના માદરે વતન ગારીયાધાર પરત ફર્યા, ત્યારે સમગ્ર શહેરમાં આનંદ અને ગર્વની લાગણી છવાઈ ગઈ હતી. નદીમ ચૌહાણના આગમનને લઈને સ્થાનિક લોકો, મિત્રો અને પરિવારજનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. ફૂલહારોથી સન્માન, ઢોલ-નગારા સાથે ઉજવણી અને દેશભક્તિના નારાઓ વચ્ચે ગારીયાધારની ધરતી જાણે હરખઘ