વિજાપુર: APK ફાઇલ ખોલતા જ નિવૃત્ત શિક્ષકના ખાતામાંથી 5.26 લાખ ગાયબ
વિજાપુરના આનંદપુરા ગામના નિવૃત્ત શિક્ષક સાથે સાયબર ફ્રોડ થયો છે. RTO ચલણની APK ફાઇલ ખોલતા જ તેમના બે બેંક ખાતામાંથી અઠવાડિયા બાદ 5.26 લાખ રૂપિયા ઉપડી ગયા છે. અજાણી લિંક્સ અને ફાઇલથી સાવધાન રહો.